ખોરાક એ એક એવું તત્વ છે જે માણસ અને તમામ જીવ સુષ્ટિ માટે આવશ્યક છે . ખોરાક એ પ્રાણી માત્ર ના વૃધ્ધિ અને વિકાસ માં ખૂબ જ અગત્ય નો ભાગ ભજવતું ખૂબ આવશ્યક તત્વ છે . જેમાં ઘણા પ્રકાર ના ન્યુટ્રિશન ,પ્રોટીન , કાર્બોદિત પદાર્થો, વિટામિનસ ,મિનરલસ વગેરે ઘણું બધુ રહેલું છે . ખોરાક ઈશ્વરે સર્જેલ જીવન જરૂરિયાત હવા ,પાણી ,ખોરાક માં એક અતિ આવશ્યક તત્વ છે જેના વગર જીવન શક્ય નથી .
યુગો થી મનુષ્ય સૃષ્ટિ પર પાકતા ધન-ધાન્ય ,કંદમૂળ, ફળ-ફૂલ નો રોજ બરોજ ના જીવન માં ઉપયોગ કરતો આવ્યો છે અને ભવિષ્ય માં પણ કરતો રહેશે . આદિ માનવ ની વાત કરીએ તો એ કંદમૂળ ,ફળ-ફૂલ વગેરે કાચાં જ ખાઈ ને પોતાનું જીવન ગુજારતો હતો . સમય જતાં અગ્નિ ની શોધ થઈ અને માણસ ધીમે ધીમે અનાજ ઉગાડતો અને પકવતો થયો . પૈડાં ની શોધ થી દુનિયા માં ગતિ આવી અનેઋતુ અનુસાર મળતા અનાજ ,ધાન્ય ,ફળ-ફૂલ વગેરે બધું જ માનવી ઈચ્છે ત્યારે મેળવવા લાગ્યો .એક સમયે વ્યક્તિ ઋતુ અનુસાર અનાજ ,ફળ-ફૂલ , અને કંદમૂળ નું સેવન કરતો હતો ,જ્યારે આજે દરેક પ્રકાર ના સારા –ખરાબ (વાસી) અનાજ ,કઠોળ ,ફળો વગેરે અને તેની બનાવટ નો બેફામ ઉપયોગ કરે છે. આજની જનેરેશન હરીફાઈ ની હોડ માં પોતાનું અને પ્રકૃતિ નું નિકંદન કરવા લાગી છે .
એકવીસમી સદી માં ખોરાક ના પર્યાય તરીકે જંકફૂડ આખી દુનિયા માં છવાઈ ગયું છે ત્યારે દરેક પ્રકાર નો ખોરાક પેકેજિંગ માં જોવા મળે છે .જે ખરેખર સ્વાસ્થય માટે હાનિકારક અને લાંબાગાળે રોગ ને નોતરનાર સાબિત થઈ શકે છે .
જંકફૂડ અને પ્લાસ્ટિક પેપર માં તૈયાર મળતી ખાવા – પીવા ની ચીજ-વસ્તુઓ કેટલે અંશે સ્વાસ્થ્ય પ્રદ હોય શકે ? એ એક સંશોધન ની ગંભીર બાબત છે . ટેક્નોલોજી ના આ આધુનિક સમય માં સામૂહિક પરિવાર વિભાજિત થઈ જ્યારે નાના થઈ ગયા છે ત્યારે સતત રસોડા માં રહી પરિવાર ના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખનાર ભારતીય સ્ત્રી પણ તૈયાર મળતી ચીજ-વસ્તુઓ નો ઉપયોગ કરતાં ખચકાતી નથી . આમ પણ જોબ કરતી સ્ત્રી ઘર અને નોકરી સાથે તાલ મેળવવા જતાં દરેક વસ્તુઓ ઇન્સ્ટન્ટ ખરીદતી થઈ ગઈ છે . આજે દરેક ખાવા ની વસ્તુઓ પ્લાસ્ટિક માં મળે છે જે આરોગ્ય માટે ખુબ નુકસાન કર્તા છે . 4G ના આ સમય માં ખોરાક કરતા નેટ વધુ જરૂરી થઈ રહ્યું છે ત્યારે એટલું તો હું કહીશ કે આ સમાજ ક્યાં જઇ ને અટકશે ? અને જો આમ જ ચાલશે તો એક દિવસ પ્રકૃતિ થી વિમુખ બનેલ માણસ જો પ્રકૃતિ નું રક્ષણ નહીં કરી શકે તો … પ્રકૃતિ નો નાશ થાશે અને પ્રકૃતિ વગર તો માણસ ની કલ્પના પણ ના થઈ શકે .
શરીર પ્રત્યે આજ નો માનવી ઘણો બેદરકાર થઈ ગયો છે ત્યારે પેટ તો જાણે ઉકરડા જેવુ બનાવી દીધું છે .ઉકરડે નાખવા જેવી અનેક ખાધ્ય ચીજો આપણે પેટ માં ખડકીએ છીએ . ગલી ના નાકે કે બહાર રેસ્ટોરાં માં વગર ભૂખે આપણે શરીર નું ભાન રાખ્યા વગર જંકફૂડ પેટ માં પધરાવીએ છીએ .ઈશ્વરે સાવ મફત માં આપેલા આપણાં શરીર પ્રત્યે આપણે કેટલાં બેદરકાર છીએ . ભારત માં અને ખાસ કરીને ગુજરાત માં આપણાં યુવાનો ના શરીર શરમાવે તેવા થતાં જાય છે . આપણાં ગુજરાતી ધાર્મિક હોય પણ ઈશ્વરે આપેલ આ સુંદર ભેટ ને વધુ સુંદર બનાવવા ને બદલે વધુ માંદગી વધારનારું ખાય છે . આપણાં શરીર ને સાચવવાનો આપણો ધર્મ છે . ખાવા ના સ્વાદ ને હડસેલી ને ખોરાક ની શુધ્ધતા તરફ વળવા માટે આપણે પ્રયત્ન શીલ બનીએ . જાહેર ખબર ના જોરે અનેક ખાદ્ય – અખાદ્ય વસ્તુઓ આજના ઉદ્યોગો બનાવશે અને પ્રલોભનો દ્રારા આપણાં સુધી પહોચાડશે ,પરતું આપણે તેનાથી દૂર રહી શરીર ની ખેવના કરીએ અને સશક્ત ,સ્વસ્થ સુદઢ શરીર દ્રારા જીવન ને આનંદમય બનાવીએ
અમો ઓગેૅનિક ફુડ ઉત્પાદિત કરોઅે છિઅે, વધુ વિગત માટે અમારી વેબ લિક પર ક્લિક કરો.
https://shubhorg.com/organic-shop/