Moon-Phases-Farm

ચંદ્ર ની કળાઓ અને રાશિ આધારીત બાયોડાયનેમિક ખેતી

     બાયોડાયનેમિક ખેતી માં રોપણી કેલેન્ડર કોસ્મિક સુર્ય /ચંદ્ર (ચંદ્રલય ) અને પ્રુથ્વી ના ભ્રમણ આધારે કુદરતી થાય છે. આ પ્રુથ્વી નાફરવાની ગતિ ને આધારે આપણો જીવ આ પ્રુથ્વી પર  પોતાનું  જીવન ટકાવી રાખે છે. દર ૨૭-૨૯ દિવસ માં ૬(છ) જુદાં-જુદાં લય હોય છે.

 ૬ (છ) વિવિધ ચંદ્ર લય નીચે મુજબ છે

 • ન્યુ મુન- પુર્ણ ચન્દ્ર  ૨૯.૫ દિવસ

 • ચંદ્ર વિરુધ્ધ શનિ  ૨૭.૩ દિવસ

 • ચડતા –ચડતા    ૨૭.૩ દિવસ

 • ચંદ્ર નોડ્સ       ૨૭.૨ દિવસ

 •  પેરોગી-એપોગી ૨૭.૫ દિવસ

 • રાશિચક્ર ના નક્ષત્ર માં ચંદ્ર ૨૭.૫ દિવસ

   

  નવો ચંદ્ર –પુર્ણ ચંદ્ર

                         આ લય જોવા માટે સરળ છે. તે નવા ચંદ્ર થી પુર્ણ ચંદ્ર સુધી શરુ થાય છે. તે ત્યારે બને છે જ્યારે નવા ચંદ્ર સુર્ય થી દુર અને સંપુર્ણ અદ્રશ્ય હોય છે. ૭ દિવસ  પછી તે પ્રથમ ક્વાટૅર માં પહોંચેં છે. આ તે સમય છે જ્યારે ચંદ્ર અડધો તેજસ્વી અને અડધો શ્યામ છે.પુર્ણ ચંદ્ર પ્રથમ ક્વાટૅર કરતાં ૧૨ ગણો તેજસ્વી છે લગભગ ૨૯.૫ દિવસ  લય ફરી શરુ થાય છે.

આ સમય દરમિયાન ખેતી ની પ્રવુતિ નીચે મુજબ હોય છે.

 • આ સમય દરમિયાન સૌથી વધુ અસરગ્રસ્ત તત્વ પાણી છે.

 • પુર્ણ ચંદ્ર ની સ્થિતિ દરમિયાન ૪૮ કલાકના સમય માં પુર્થ્વીની ભેજ ની સામગ્રી માં વધારો થાય છે.

 • પાક ના વ્રુધ્ધિ દર માં વધારો થાય છે.

 • પુર્ણ ચંદ્ર દિવસ દરમિયાન બીજ નું ઝડપી અંકુરણ , ઝડપી છોડ માં વ્રુધ્ધિ અને સુકા ફળ ની વ્રુધ્ધિ વધુ  જોવા  મળે   છે.  

 • આ સમયે બીજ અંકુરણ નરમ રીતે થાય છે અને ફુગનો હુમલો થતા અટકે છે.

 • પુર્ણ ચંદ્ર ની સતા ઓ તમામ છોડ માટે સાનુકુળ સ્થિતિ પુરી પાડે છે.

 • સંપુર્ણ ચંદ્રદળો પ્રવાહી ખાતર ના શોષણ ની પરવાનગી આપે છે.

 • સંપુર્ણ ચંદ્ર ના સમયગાળા દરમિયાન જમીન ની અંદર ની વધુ પ્રક્રિયા થાય છે. અને છોડ ના ઉપર ના ભાગ માં ઓછી મજબુતાઈ હોય છે જેથી લીલા ધાસ ના કાપવા માટે આસમય સારો છે.

  ચંદ્ર વિરુધ્ધ શનિ

આ તે સમય છે જ્યારે ચંદ્ર અને શનિ પુથ્વી ની વિરુધ્ધ બાજુ પર હોય છે. અને પ્રુથ્વી પર તેની દળો વિરુધ્ધ બાજુ એ થી આવે છે.આ દર ૨૭.૫ દિવસે થાય છે.  

આ સમયે ચંદ્ર દળ વ્રુધ્ધિ અને વિકાસ માં ઉપયોગી એવી કેલ્શિયમ સિસ્ટમ ને લાવે છે. જ્યારે શનિ દળ  એ  સિલિકા  પ્રક્રિયા ને લાવે છે, જે થડ, પાંદડા અને ફળો ની રચના સાથે જોડાયેલ છે. પ્રુથ્વી પર ની વરાળ આ બે દળો ને કારણે આ સમયે વાવેલા મજબુત છોડ  ના  વિકાસશીલ બીજ ઉત્ત્પન્ન કરે છે.

આ સમય દરમિયાન ખેતી ની પ્રવ્રુતિ નીચે મુજબ ની છે.

 • બીજ વાવણી અને છોડ પરના ફેરફાર;- સવારે અથવા આ લય ના દિવસ પહેલા બી.ડી. ૫૦૧ (હોર્ન સિલિકા ) નો છંટકાવ કરવાથી તે ફળો અને શાકભાજી ના સ્વાદ માં સુધારો કરે છે.

 • ચડતો –ઉતરતો ચંદ્ર ; – સુર્ય રોજ સવારે ઉગે છે અને સાંજે આથમે છે .પરંતુ ચંદ્ર નો દરરોજ નો રસ્તો સમાન નથી તે ક્યારેક આકાશ માં ઉચે હોય તો કયારેક નીચે હોય છે.દર વર્ષે રાશિ માં પસાર થાય ત્યારે સુર્ય પણ ચંદ્ર ના ચડતા ઉતરતા લય ને અનુસરે છે. ચંદ્ર માત્ર રાશિચક્ર માંથી પસાર થવા માટે ૨૭.૩ દિવસ લે છે જ્યારે ચંદ્ર પુર્વ થી પશ્રિવ્મ તરફ ખસે છે ત્યારે તેને ચડતા અવધિ નો ચંદ્ર કહેવામાં આવે છે. અને પશ્રિવ્મ થી પુર્વ તરફ ખસે છે ત્યારે તેને ઉતરતા અવધિ નો ચંદ્ર કહે છે. ચંદ્ર આ સમયગાળો પુર્ણ કરવા માટે ૨૭.૩ દિવસ લેછે જેમા ચઢતા ચંદ્ર નો સમયગાળો બે(૨) અઠવાડિયા માટે નો છે અને ઉતરતા ચંદ્ર નો સમયગાળો બે (૨) અઠવાડિયા માટે નો છે રુડોલ્ફ સ્ટેઈનરે આપણે જયાં વસવાટ કરીએ એ પ્રુથ્વી ને જીવંત સજીવ તરીકે  માની છે.પ્રુથ્વી પણ શ્વાસ લે છે અને શ્વાસ બહાર કાઢે છે .તેઓ ચડતા –ઉતરતા ચંદ્ર ના સમયગાળા ને પ્રુથ્વી ના શ્વાસ લેવા અને બહાર કાઢવા ના ચક્ર સાથે સરખાવે છે. જેવાકે…….

  • કોસ્મિક શ્વાસ લય
  •  શ્વાસ માં પ્રુથ્વી  દળો સક્રિય છે.
  • શ્વાસ બહાર કાઢવાની એનર્જી  સક્રિય.
  • પ્લેનેટરી
  • ઠંડી ઋતુઓ
  • ગરમ –ઋતુઓ – પ્રુથ્વી શ્વાસ બહાર કાઢે છે.
  • મહીના પ્રમાણે ગ્રહ શ્વાસ
  • ઉતરતા ક્રમાનુસાર
  • ચડતો ચંદ્ર હોય ત્યારે પ્રુથ્વી શ્વાસ બહાર કાઢે છે
  • ગ્રહો પર દરરોજ ની શ્વાસ ની ગતિવિધી

       સુર્યાસ્ત સમયે ઋતુ ઓ માં ફેરફાર થાય ત્યારે પ્રુથ્વી શ્વાસ બહાર કાઢે છે અને વહેલી સવારે  સુર્યોદય સમયે ઝાકળ વધી રહ્યો હોય ત્યારે પ્રુથ્વી શ્વાસ અંદર લે છે.ચડતા સમયે કોસ્મિક કિરણો રાઈઝોસ્ફિયરની ઉપર કામ કરે છે અને તે પાંદડા ની વ્રુધ્ધિ  ,વાવણી અને લણણી માટે  યોગ્ય છે.જ્યારે ઉતરતા સમયે કોસ્મિક કિરણો રાઈઝોસ્ફિયર ની નીચે કામ કરે છે જે  જમીન ની તૈયારી  ખાતર અને અંદર ના પાકો ની લણણી માટે સારું છે

 *ચંદ્ર ની કળાઓ;- જેમ ચંદ્ર વધે છે અને ઘટે છે,તેમ તે સુર્ય ના માર્ગ ને પાર કરે છે. (ગ્રહણ હોય ત્યારે) આ અથડવવા ની પ્રક્રિયા ને ‘ગાંઠો ‘ કહે છે અને એ એવા  સ્થાનો છે જયાં ગ્રહણ થાય છે. નોડલ ચક્ર (ગ્રહણ ) પુર્ણ કરવા માટે ચંદ્ર ૨૭.૨ દિવસ લે છે આથી લગભગ દરેક ૧૪ દિવસ નોડ છે .ખગોળશાસ્ત્રી ગણતરી કરી શકે છે અને નોડ કયારે થશે તે કહી શકે છે. ચંદ્ર ગાંઠો નો સમય પણ રોપણી કેલેંડર માં  દેખાય  છે . ચંદ્ર ગ્રહણ નું બળ જે તે સમયે પહેલા અને પછી  લગભગ ૬ (છ) કલાક સુધી ચાલે છે.આ સમય દરમિયાન ખેતી કામ નું કાર્ય કરવાનું ટાળવું જોઈએ.

અપગિ અને પેરગી;– ચંદ્ર લંબગોળ ભ્રમણ કક્ષા માં પ્રુથ્વી ની ફરતે ફરે છે.પ્રુથ્વી પરના ચંદ્ર ની સૌથી નજીક નું બિંદુ “પેરગી” તરીકે ઓળખાય છે. અને ઉપરોક્ત બિંદુ  “એપગિ” તરીકે ઓળખાય છે. આ ચક્ર દર ૨૭.૫ દિવસ થાય છે.જેસમય               

પ્રુથ્વી  પર ચંદ્ર્   નજીક હોય (પેરગી) ત્યારે તે  પ્રુથ્વી પર ભેજ લાવે છે. અને ફુગ અને જંતુ ના હુમલાના વિકાસ માં  મદદ કરે છે.  ભેજ ની સામગ્રી માં વધારો થાય છે. ઘણા સંશોધકો અને ખેડુતો દ્રારા  જાણવા મળ્યું છેકે બટાટા ના    વાવેતર માટે એપોગી નો સમય સૌથી શ્રેષ્ઠ છે  કારણ કે બટાટા સંખ્યા માં બહુવિધછે. પેરગી ના સમય ગાળા દરમિયાન બટાટા ની સંખ્યા ઓછી હોય છે. પરંતુ તેના કદ મોટું જોવા મળેલ છે  એપોગી  અને પેરોગી ના સમય વચ્ચે તણાવ ઉત્પન્ન થઈ શકે છે. અને બટાટા સિવાય કોઈ પણ વાવેતર કરવું જોઈએ.

  *રાશિચક્ર અને નક્ષત્ર માં ચંદ્ર  

રાશિ ચક્ર નક્ષત્ર નો એક પટ્ટો છે. તારાઓ નો માર્ગ સૂર્ય ના ગ્રહણ માર્ગ પાછળ આવેલ છે.જ્યારે બધા ગ્રહો અને ચંદ્ર રાશિચક્ર માં આગળ થી પસાર થાય છે.

રાશિ ચક્ર ના નક્ષત્ર ના નામ નીચે મુજબ છે.

 • મેષ          (એરીએસ)

 • મિથુન      (જેમિનિ)

 • સિંહ         (લિઓ)

 • તુલા         (લીબ્રા)

 •   ધનુ        (સેગીતેરિયસ)

 • કુંભ         (એક્વેરીયમ)

 • વ્રુષભ       (ટોરસ)

 • કર્ક          (કેન્સર)

 • કન્યા       (વિરગો)

 • વૃક્ષ્ચિક   (સ્કોર્પિયો)

 • મકર       (કેપ્રિકોન )

 • મીન       (પીસીસ )

                   ચંદ્ર  ને રાશિચક્ર માંથી પસાર થતાં ૨૭.૩ દિવસ લાગે છે.રાશિચક્ર માં નક્ષત્ર ના કદ અસમાન હોવાથી ,ચંદ્ર ટુંકા અથવા લાંબા સમય સુધી નક્ષત્ર ની સામે રહે છે. લગભગ ૧.૫ થી ૩.૫ દિવસ સુધી .રુડોલ્ફ સ્ટેનરે શીખવ્યું હતું  કે   દરેક રાશિચક્ર છોડ ને અનુકુળ સ્થિતિ માં છોડે છે,જે ચંદ્ર રાશિ ચક્ર ના નક્ષત્રમાંથી  પસાર થાય છે ત્યારે તેનું ધ્યાન કેન્દ્રિત કરે છે .નક્ષત્ર ના  દળો ચંદ્ર ના પ્રતિબિંબ દ્રારા અને પ્રક્રુતિ ના પાંચ શાસ્ત્રિય તત્વો દ્રારા પસાર થાય છે જે પાક ને વધવા માટે જરુરી છે જે ગરમી ,પ્રકાશ, હવા,પ્રુથ્વી અને પાણી.

 

We follow biodynamics calendars and preparations at our Shubh Organic farm which help us to grow healthy Food

 

 

 

Leave a Reply

Your email address will not be published.