Food with chemical based pesticides

આપણે રોજ –બરોજ ના  જીવન દરમિયાન અનેકા- નેક ભાવતી –ના ભાવતી વસ્તુઓ ખાઇએ છીએ પણ ..આપણે કયારેય એ જાણવા ની કોશિશ નથી કરી  કે જે શાકભાજી  ,ફળ ,કઠોળ  અને તેની બનાવટો  આપણે ખાઈએ છીએ તે સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક છે અને કેટલી (નુકસાન નહિ ) હાનિકારક છે.??હાનિકારક એટલા માટે કે નુકસાન થી બચી શકાય પણ હાનિ પહોંચે ત્યારે બચવું મુશ્કેલ છે. આજે મારે વાત કરવી છે. એંડોસલ્ફાન  અને તેના જેવા બીજા ઝેરી કેમિકલ તત્વો ની…જે આપણા રોજ –બરોજ ના ખોરાક માં સામેલ છે,પણ..દેખાતા નથી…..અદ્ર્શ્ય છે.

એન્ડોસલ્ફાન એ બે શબ્દો નો બનેલ છે .એ  બે  આઈસોમર્સ એન્ડો અને એક્સો ,હુ અને 11  તરીકે જાણીતા છે.એન્ડોસલ્ફન એ  ઓક્સિડેશન નુ ઉત્પાદન છે જે  એસ  પરમાણુ સાથે સંકળાયેલ અણુ ધરાવે છે.એન્ડોસલ્ફાન તીવ્ર ઝેરી હોવા થી અત્યાર ની ખેતી માં તેનો ઉપયોગ વિવાદાસ્પદ બન્યો છે.

   માનવીય સ્વાસ્થય ,જમીન ,પાણી , અને પર્યાવરણ માટે જવાબદાર એન્ડોસલ્ફાન એપ્રિલ-૨૦૧૧ થી સ્ટોક હોમ સંમેલન અનુસાર ઉત્પાદન  અને ઉપયોગ માટે  પ્રતિબંધિત છે. ૨૦૧૨ માં મધ્ય ના  દેશો મા તેની અસર વર્તાય અને તે બિન ઉપયોગી થયો. જોકે યુરોપ ,યુ. કે. , ઓસ્ટ્રેલિયા , યુ.એસ , કેનેડા ,બ્રાઝિલ વગેરે જેવા ૮૦ કરતા પણ વધુ દેશો પહેલે થી જ પ્રતિબંધિત છે,આમ છંતા ભારત,ચીન અને અન્ય કેટલાક દેશો મા હજી તે ઉપયોગ માં લેવાય છે.

૧૩/૦૫/૨૦૧૧ નાસુપ્રિમ કોર્ટ ના  આદેશ અનુસાર ભારત માં  એન્ડોસલ્ફાન ઉત્પાદન અને વેચાણ માટે પ્રતિબંધિત છે.

     આમ છંતા એંન્ડોસલ્ફાન ,ગ્લાયફોસેટ, ફ્લોફ્લાયડીફોર્સ , હેપ્ટાક્લોર,ડીએલડ્રીન ,અને ડી.ડી.ટી. જેવા અનેક રસાયણો નો આપણા દેશ માં ઉપયોગ માં લેવાય છે અને એ પણ આડે ધડ કોઈ પણ પ્રકાર ની રોક-ટોક વગર….એક સામન્ય ઉદાહરણ આપું તો….. એન્ડોસલ્ફાન  એ કીટકો થી બચવા માટે માત્ર ને માત્ર ૩૦થી૪૦ ગ્રામ વાપરવાની હોય છે,પરંતુ…કંપની વાળા એ ૬૦ ગ્રામ આપે છે.ડીલરો વધુ વેચાણ ના લોભ માં ૧૦૦ ગ્રામ ખેડુતો ને કહે છે ખેડુત વધુ ઉત્પાદન મેળવવા ૧૫૦ ગ્રામ  પોતાના મજુર ને કહે છે અને છેલ્લે મજુર થોડું વધુ કરતા ૨૦૦ ગ્રામ જેટલું આખરે જમીન ,છોડ વગેરે પર પડેછે.જે ૪૦ ગ્રામ થી ઓછું  વાપરવાનુ  હોય અને વપરાય છે ૨૦૦ ગ્રામ .

પ્રેસ્ટીસાઈડ્સ એ એક લેટીન શબ્દ છે.જેનો અર્થ’’ ટુ કીલ ‘’ એટલે કે મારવું એવો થાય એન્ડોસલ્ફાન એક એવું પ્રેસ્ટીસાઈડ્સ છે  કે  જેની  માત્રા આપણા રોજીંદા ખોરાક માં એટલી હદે વધી ગઈ છે જેણે માઁ ના દુધ ને પણ નથી છોડયું.  આઇ.આઇ.ટી . કાનપુર ના એક રીચર્સ પ્રમાણે માઁ ના ધાવણ માં એન્ડોસલ્ફાન  ૮૦૦% વધારે અને ફ્લોફાઈટડીફોર્સ ૪૦૦% જેટલું વધારે જોવા મળ્યું. આ વાત થી હદય માં એક ધ્રાસ્કો પડ્યો કારણ કે W.H.O.  અને ધણી સ્વાસ્થ્ય સંસ્થા ઓ ના કહેવા પ્રમાણે માઁ નુ દુધ એ સંપુર્ણ  સમતોલ અને બાળક માટે સર્વ શ્રેષ્ઠ આહાર છે,આ અને આવા  બીજા અનેક ઉદાહરણ એન્ડોસલ્ફાન અને બીજા પ્રેસ્ટીસાઈડ્સ ના આપી શકાય . હવે આ ઝેરી તત્વો ખોરાક મા કેવી રીતે ભળે છે. તે સમજીએ.

 ૧૯૬૦ થી ૧૯૭૦ સુધી તો કુદરતી ખેતી થતી હતી.પરંતુ  ગ્રીન રીવોલ્યુએશન પછી ખેડુત દ્રારા રાસાયણિક ખાતરો નો વપરાશ દિન –પ્રતિદિન વધતો ગયો . જેના પરિણામે ફળદ્રુપ   જમીન બિન ઉપજાઉ અને ઝેરી બની . એક રીચર્સ મુજબ આપણા રોજીંદા ખોરાક માં પ્રતિદિન આપણે ૪૦૦ થી ૫૦૦ % વધુ હાનિકારક તત્વ આપણા શરીર મા પધરાવીએ છીએ જે કીડા ને મારવા માં પ્રેસ્ટીસાઈડ્સ વપરાય છે તે માત્ર ૧% (એક) જ જંતુ પર પડે છે.બાકી નું હવા ,પાણી,  ખોરાક ,અને પર્યાવરણ માં પડે છે જેમાં ૯૯% આપણા પર પડે છે.  

 

Leave a Reply

Your email address will not be published.