Biodynamic

આપણી ભારતીય સંસ્કૃતિ ૧૦૦૦ વષૉ પહેલા આ પ્રકાર ની ખેતી કરતી હતી. જેમાં કીટ્નાશક તરીકે ઝાડ –પાન અને પ્રાણીઓના મળમુત્ર નો સમાવેશ થતો હતો. એ સમય ભારત એ દુનિયા નો સૌથી ફળદ્રુપ અને આથિક રીતે શકિત શાળી દેશ હતો . ધીમે ધીમે સમય બદલાયો ,અને ભારતીય ખેતી પર આધુનિક પવન ફુંકાયો .ત્યાર પછી ધીમેધીમે (1950 અને 1960 ના દાયકામાં)વસ્તીવધારો થતાં સમાજ માં અનાજ ની તંગી ઊભી થઇ,અને 1960 ના દાયકામાં હરિયાળી ક્રાંતિ (એમ.એસ. સ્વામીનાથનની આગેવાની હેઠળ) સરકારો સૌથી મહત્વપૂર્ણ કાર્યક્રમથી બદલાયું. ભારત માં વધુ અનાજ ની જરુરિયાત ઊભી થતા પરદેશ થી અનાજ અને બીજી વસ્તુઓ આયાત કરવાની ફરજ પડી.પરિણામે કુદરતી ખેતી-પ્રધાન ભારત દેશ આધુનિક અને રાસાયણિક ખાતર નો ઉપયોગ કરતો દેશ બની ગયો. ફર્ટીલાઇઝર નો બેફામ ઉપયોગ આજના માનવી ના સુખ-ચેન હરી લીધા છે. સતત વધુ મેળવવાની લાઇ માં માનવે માનવ-જાત , પશુઓ પક્ષીઓ જીવ –જન્તુંઓ અને સ મ્રગ પ્રુથ્વી નું નિકંદન કાઢી નાખ્યું છે.

ભારતમાં ઘણા ખેડૂતો કાર્બનિક ખોરાકની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય માગને કારણે સજીવ ખેતીમાં સ્થળાંતર કરી રહ્યા છે. યુરોપીયન અને અમેરિકી બજારોમાં બિન-કાર્બનિક ખોરાક માટેના વધુ કડક ધોરણોએ ભૂતકાળમાં ઘણા ભારતીય ખાદ્યાન્નની નિકાસનો અસ્વીકાર કર્યો છે. કાર્બનિક ખેતી, એના પરિણામ રૂપે, રાસાયણિક ખેતી માટે વધુ સારો વિકલ્પ પૂરો પાડે છે.

હવે, સમાજ ફરી કાચબા ની ચાલે સજીવ ખેતી તરફ વળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.