ખેતી ના પડકારો અને તેના ઉપાયો (ખેતી ના પ્રોબ્લેમ અને સોલ્યુશન )
અત્યાર ની ખેતી પધ્ધતિ મોંઘા રાસાયણિક ખાતરો ,પ્રેસ્ટીસાઇડ અને સિંન્થેટીક ફર્ટીલાઇઝર પર આધારિત છે.
આ કેમિકલ યુક્ત પેસ્ટીસાઇડ અને ખાતરો જમીન, પર્યાવરણ ,અને સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એના ઉપયોગ થી કુદરતી સાયકલ માં બ્રેક લાગે છે. હાનિકારક પ્રેસ્ટીસાઇડ ના ઉપયોગ થી ખેડુત મિત્ર અળસિયા , તીતીઘોડો ,લેડી બગ વગેરે નો નાશ થાય છે. આથી રોગ પ્રતિકારક શકિત જળવાતી નથી. રાસાયણિક ખાતરો નો ઉપયોગ કરવાથી જમીન ને બહાર ના ઘટકો ની આદત થઇ જાય છે. જેને કારણે દર વરસે વધુ ને વધુ રાસાયણિક ખાતરો નો ઉપયોગ કરવો પડે છે. જેમ કે….પેલા વરસે એક એકર માં ૨૦ કિલો યુરિયા નો છંટકાવ કર્યો તો બીજા વરસે એક એકર માં ૩૫ કે ૪૦ કિલો યુરીયા આપવું પડે છે. આથી જમીન ની કુદરતી ફળદ્રુપતા નાશ પામે છે. પેસ્ટીસાઇડ માં રહેલ ટોક્સીન ને કારણે ખોરાક પણ ઝેર બને છે ,અને તે ખોરાક ખાવાથી ગંભીર બિમારી ઓ જેવી કે…..મગજ ની બિમારી , હદય –રોગ ,કેન્સર વગેરે ને નોતરે છે. જેનું સૌથી જાણીતું ઉદાહરણ પંજાબ રાજ્ય નું ભંટીડા શહેર છે. પંજાબ ભારત નું સૌથી વધુ પ્રેસ્ટીસાઇડ નો ઉપયોગ કરતું રાજ્ય હતું . જેથી અત્યાર ના સમય માં ભંટીડા માં કેન્સર ના સૌથી વધુ દર્દીઓ છે.જે સારવાર માટે રાજસ્થાન ના બિકાનેર શહેર માં ટ્રેન આવે છે . જેથી એ ટ્રેન નું નામ પણ’’ કેંન્સર ટ્રેન ‘’ રાખવામાં આવેલ છે.
આ પડકારો નો સામનો કરવા માટે ના ઉપાયો;————
આ પડકારો નો સામનો કરવા માટે ખેતી ની પધ્ધતિ માં ફેરફાર કરવો જરુરી છે; ખેતી ની પઘ્ઘ્તિ માં કુદરતી ,સસ્ટેનેબલ , ઈકોલોજિકલ અને કોસ્ટ ઇફેકટીવ સિસ્ટમ ની જરુર છે. જે કુદરતી ખેતી ના પાયા રુપ હોય છે.
( ૧ ) નેચરલ ફાર્મિગ ;—આ સૌથી જુની ખેતી-પધ્ધતિ છે.જે જાપાન ના એક મહાન ફિલોસોફર અને ખેડૂત દ્રારા તૈયાર કરવા માં આવેલ છે. આ મેથડ નો મૂળ પાયા નો સિંધ્ધાત એ છે કે તમારા સ્થાનિક વાતાવરણ ને અનુરુપ પાક નું વાવેતર કરો . આથી આપોઆપ કુદરતી શકિત દ્રારા સારી ઉપજ મળે છે. આ પધ્ધતિ માં બહાર નું કોઇ ઇનપુટ માન્ય નથી .
( ૨ )ઓર્ગેનિક ફાર્મિંગ ;—– આ પણ એક જુની ખેતી ની પધ્ધતિ છે. પરંતુ …તેમાં વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી પધ્ધતિ ઓ વાપરવા માં આવે છે. જેમ કે….લીલો પડવાશ ,છાંણિયું ખાતર ; પાક ની ફેરબદલી , એંરંડી નો ખોળ ; મલ્ચીંગ, ઇંન્ટર ક્રોપ વગેરે.. જમીન.ની ફળદ્રુપતા વધારવા માટે નવી પધ્ધતિ વપરાય છે જેમ કે ..જીવામ્રુત, બિજામ્રુત ,પંચગવ્ય ,માટલા ની દવા વગેરે,,રોગ નિયંત્રણ માટે જંતુનાશક દવા “ઓન ફામૅ “ બનાવવા માં આવે છે. જેના માટે આંકડો ,ધતુરો, કરંજ ,લિમડો ,સિતાફ્ળ ,અને ગાય જે પાન ના ખાતી હોય તેનો ઉપયોગ કરી ને દવા તૈયાર થાય છે. આ પધ્ધતિ કોસ્ટ ઇફેક્ટીવ ( જીરો બજેટ ) છે. સજીવ ખેતી એ પયૉવરણીય અને મૈત્રી પૂર્ણ છે. જે જમીન ને જીવંત બનાવે છે. જેમાં કુદરતી જીવાણુઓ અને અન્ય ખેડુત મિત્ર હોય છે. જેથી જ્મીન ની પ્રજનન ક્ષમતા પણ વધે છે. આથી ખોરાક પણ ઉતમ અને સ્વાદિષ્ટ બને છે. જે સારું અને નિરોગી સ્વાસ્થ્ય બક્ષે છે.
( ૩ ) બાયોડાયનેમિક ફાર્મિગ ;—- બાયોડાયનેમિક એ બે ગ્રીક શબ્દો નું કોમ્બીનેશન છે. ‘’બાયોસ’’ અને ‘’ડાયનેમિક ‘’ બાયસ એટલે જીવન અને ડાયનોમસ એટલે ઉર્જા. બાયોડાયનેમિક ની શોધ ઇ. સ..૧૯૨૪ માં રુડોલ્ફ સ્ટેનર નામના વૈજ્ઞાનિકે કરી. આ પધ્ધતિ જર્મન ના એક ખેડુતો ના ગ્રુપ ની ભલામણ પર ડેવલોપ કરવામાં આવી છે. આ પધ્ધતિ વૈશ્વીક રીતે સ્વીકારાયેલી પધ્ધતિ છે. બાયોડાયનેમિક ‘’ ફાર્મ વર્ક ‘’ માં ખેતર ની તમામ વસ્તુઓ ને જીવંત(લાઇવ) ગણવામાં આવે છે.
બાયોડાયનેમિક પધ્ધતિ ચંદ્ર અને ગ્ર્હો ના હલન-ચલન પર આધાર રાખે છે. ખેતર માં કઇ કામગીરી ક્યારે કરવી???જેનું ઇન્ટર નેશનલ બાયોડાયનેમિક ઓર્ગનાઇઝેશન દ્રારા એક વાર્ષિક કેલેન્ડર બહાર પાડવમાં આવે છે, કેલેન્ડર માં ચંદ્ર અને ગ્ર્હો ની મુમેન્ટ હાઈ લાઈટ કરેલી હોય છે. એ દ્રારા એ સમજાવવા માં આવે છે કે ક્યારે ક્યાં પ્ર્કાર ની ખેતી ની પ્ર્વ્રુતિ કરવી .જેમ કે .. પુનમ ના સમયે પ્રુથ્વી શ્વાસ અંદર લે છે જેથી એવા સમયે કોસ્મીક ફોર્સીસ લિઝોસ્ફીયર ની ઉપર કામ કરે છે. આ સમયે લણણી , વાવણી , અને પાંદ્ડા ની વ્રુધ્ધિ માટે યોગ્ય છે. અમાસ ના સમયે પ્રુથ્વી શ્વાસ બહાર કાઢે છે. જેથી કોસ્મીક ફોર્સીસ રાઈઝોસ્ફીઅર ની નીચે કામ કરે છે. આ સમય ખાતર ,ખેડ કરવી વગેરે માટે ઉતમ ગણાય છે.
રુડોલ્ફ સ્ટેંનર બાયોડાયનેમિક ખેતી માટે નવ ( ૯ ) ફોર્મુલા આપેલ છે. જેને બાયોડાયનેમિક પ્રીપરેશન કહે છે. જે નીચે મુજબ છે.
- બીડી -૫૦૦ કાઉ હોર્ન મેન્યોર
- બીડી -૫૦૧ કાઉ હોર્ન સિલીકા ,
- બીડી -૫૦૨ યેરો,
- બીડી -૫૦૩ કેમોમાઈલ,
- બીડી -૫૦૪ સ્ટીંગીગ નેટલ,
- બીડી -૫૦૫ ઓક્બાર્ક,
- બીડી -૫૦૬ ડેંન્ડેનીયલ ,
- બીડી -૫૦૭ વેલેરીયન ,
- બીડી -૫૦૮ હોર્સ સ્ટીલટી .
બીડી ૫૦૦ કેવી રીતે બને ?
- ગાય ના ૪- ૫ શિંગડા લેવા .
- સ્વસ્થ અને દુધ આપતી ગાય નું છાણ શિંગડા માં ભરવું.
- શિંગડા પૂનમ ના સમયે જમીન માં દાંટવા.
- છ માસ પછી શિંગડા જમીન માંથી બહાર કાઢવા .
- શિંગડા માંથી ગાય નું છાણ બહાર કાઢવું. જેમા ઉપયોગી જતુંઓ (બીડી -૫૦૦) બની ગયેલ હશે.
બીડી -૫૦૦ પાક માં વ્રુધ્ધિ માટે છંટકાવ કરવામાં આવે છે. એ છંટકાવ કરતા માટે એક કલાક પહેલા એક એકર જમીન માટે ૫૦ ગ્રામ બીડી ૫૦૦ અને થોડું ગાય નું તાજું છાણ મિક્સ કરી , તેમાં પાણી નાખી જમણાથી ડાબા તરફ અને ડાબા થી જમણા તરફ એમ હલાવવું. જેથી બહાર ની એર્નજી (શકિત) જીવાણું ઓ પોતાના માં સમાવી લે છે. છંટકાવ માટે સાંજ નો સમય ઉતમ ગણાય છે. કારણ કે સાંજ ના સમયે પાક નું મોઢું ખુલ્લું હોય છે, જેથી એ બહાર ની વસ્તુઓ ઝડપ થી પચાવી શકે છે.
ઉપરોક્ત પધ્ધ્તી ઓ નો ઉપયોગ કરવાથી ખેતી માં ઓછા ખચૅ માં વધુ સારું ઉત્પાદન મેળવી શકાય છે.
She is a Teacher, Farmer, and House Wife, she spends most of her time on farm, and tries to do different experiments on farming methods, which help us to grow healthy crops.
Good