Organic Wheat

જીરું

જીરું વાવેતર માં સૌ પ્રથમ હળવી ખેડ કરવી . પછી જીરું છાટવું .પેલા પાણે બાયોડાયનેમિક ખાતર આપવું.  ૧૦ –૧૦ દિવસ ના અંતરે જીવામ્રુત આપવુ. જયારે જીરું ઊગે ત્યારે ખાટી છાશ ૧૨લિટર અને ૧૦ લિટર ગૌમૂત્ર  ૧ એકર જમીન પ્રમાણે  આપવું  બીજી વખતે ૧૫ લિટર આપવું . છાશ  અને ગૌ-મુત્ર  આપવા થી મૂળ માં ફૂગ લાગતી નથી , અને છોડ ની વ્રુધ્ધિ થાય છે .

  • દર પંદર દિવસે જીવા મ્રુત  આપવું.
  • સુકારો આવે ત્યારે –
  • અરણી ના પાન — ૧ કિલો
  • બાજરા નો લોટ —–૧ કિલો
  • ખાટી છાશ ——–૧૧ લિટર (૩૦ દિવસ ની વાસી )

બનાવવા ની રીત:—-

  • એક માટલા માં ખાટી છાશ  ,બાજરા નો લોટ અને અરણી ના પાન પીસી ને નાખવા. ત્યાર બાદ માટલા નું મોઢું પેક બાંધી ને ગરમ ઉકરડા માં ૬ ( છ ) દિવસ માટે  દાટી ને રાખવું . પછી બહાર કાઢી કપડાં થી ગાળી લેવું .
  •   પિયત માં ૧ એકર માં  આ દવા પાણી સાથે આપવી .

ઇયળ આવે ત્યારે:—

  • ૨૦૦ ગ્રામ કુંવાર-પાઠું
  • ૧૨ લિટર ગૌ-મુત્ર ,
  • ૧ કિલો લીલી મરચી,
  • ૧ કિલો તમાંકુ
  • ૧ કિલો લસણ
  • ૧૦૦ ગ્રામ હિંગ
  • ૧ કિલો લીમડા ના પાન
  • ૨૦૦ ગ્રામ કેરોસીન

બનાવવા ની રીત :—

  • ૧૨લિટર કેરોસીન , ૧ કિલો   તમાંકુ  ,  લીમડા ના પાન પીસી    ને ગરમ કરવું. ૮ લિટર રહે ત્યાં સુધી ગરમ કરવું.
  • પછી નીચે ઉતારી લેવું. મરચી અને કુંવાર-પાઠું   પીસી ને નાખવા .તેમજ હિંગ અને કેરોસીન નાખવા .
  • ૧૨ કલાક બાદ ૧ પંપ મા  ૮૦૦ ગ્રામ નાખી છટકાંવ કરવો. તેથી ઇયળ નાશ પામે છે.

નોધ :—

  • આ દવા ૭૨ કલાક માં વાપરી નાખવી.

ઘંઉ

એક એકર જમીન મા ૬ ઇંચ ઊડી ખેડ કરવી. ૬ ટન છાણિંયુ  ખાતર ,૫૦ કિલો એરડી નો ખોળ ,૨૦ લિટર ખાટી છાશ અને ૨૦

  • લિટર ગૌમુત્ર નો છંટકાવ કરાવો. તેમા ઘઊ વાવવા. શરુઆત મા  શીંગડા નુ ખાતર નાખવું.
  • ઘંઉ ને જીવા મ્રુત   દર ૧૫ દિવસે આપવું.
  •  દર ૨૦ દીવસે ગૌમ્રુ ત્ર  ૨૦ લિટર  પાણી સાથે આપવુ.
  • ઘંઉ જ્યારે  ગાભે આવે ત્યારે પંચગવ્ય પાણી સાથે પિયત માં આપવું.
  •  ઘંઉ જયારે નિઘલિ જાય ત્યારે ૨૦ કિલો આંકડો પીસી ને ૨૦૦ લિટર  પાણી માં  ૫—૬ દિવસ સડવા દઇ ને પિયત માં આપી શકાય છે. આ દવા મહિના ઓ સુધી સારી રહે છે.

ઘંઉ ની અંદર રોગ આવે ત્યારે  —

  • ખાટી છાશ —૧.૫  (દોઢ લિટર )
  • ગૌ- મુત્ર —૧.૫ (દોઢ લિટર)
  • હિંગ —૫ ગ્રામ

ઉપર ની ત્રણેય વસ્તુઓ  ૧ પંપ પાણી માં નાખી દર ૧૦ -૧૦ દિવસે બે વાર છંટ્કાવ કરવો.  આ દવા ના ઉપયોગ થી ઉત્પાદન પણ બમણું લઇ શકાય છે.

ધાણા

હળવી ખેડ કરવી . ત્યાર બાદ ધાણા છાંટવા. ધાણા ને ખાટી છાશ અને ગૌ-મુત્ર   નો  પટ  આપવો.  અથવા અડાયા છાણા ની રાખ નો પટ આપવો.

  •     પેલા પાણે શીંગડા નું ખાતર એક એકર માં ૫૦ ગ્રામ આપવું.
  •  ત્યાર બાદ  ત્રણ   પાણ  સુધી   દર  ૧૦-  ૧૦  દિવસે  જીવામ્રુત  આપવુ.
  • ચોથા પાણે ખાટી છાશ અને ગૌ-મ્રુત્ર  આપવા.
  •  ત્યાર બાદ ફરી  જીવા મ્રુત આપવું.

 

  • ધાણા મા ૩૦ – ૩૫  દિવસ પછી ફુલ આવે ત્યારે ખાટી છાશ અને ગૌ-મુત્ર આપવું. બીજા છંટકાવ માં એક પંપ છાશ અને ગૌ-મુત્ર સાથે ૫૦ ગ્રામ  લિમડા નું તેલ નાખવું.
  •  ધાણા માં જ્યારે ચરમો આવે ત્યારે પાંચ પાન નો ઉકાળો છાંટવો. લિમડો ,આંકડો , ધતુરો ,સીતાફળ અને કંરજ  આ પાંચ પ્ર્કાર ના પાન ૫૦૦  ગ્રામ  (અઢી કિલો )   લેવા . બધા પાન ક્રશ કરી મિક્સ કરવા . ૧૨ લિટર  પાણી અને ૫ લિટર ગૌ-મુત્ર માં આ બધું નાખવું. ત્યાર બાદ ઉકાળવું. ૬ લિટર રહે ત્યાં સુધી ઉકાળવું. એક પંપ માં ૧૦૦ થી ૧૫૦ ગ્રામ નાખવું .દર ૧૫ દિવસે છંટ્કાવ કરવો . આ દવા છાંટવાથી કોઇ રોગ આવતો નથી.
  • ધાણા માં ફુલ બેસે ત્યારે એક પંપ ની અંદર ૩૦૦-૪૦૦ ગ્રામ પંચગવ્ય  છાંટવું. તેનાથી ફ્ળ -ફુલ  સારા બેસે છે. અને ઉત્પાદન માં વધારો થાય છે. .

 

2 thoughts on “રવિ પાક અને તેના રોગો નું નિયંત્રણ”

    1. બાજરિ અમોઅે વાવેલ નથી, પરતુ તમો ગાય ન ખાય તેવી વનસ્પતોના તથા જાડના પાનનો ઉકાળાનો પ઼્ યોગ ક રી શકો.
      ગૌમુત્ર : ૧૨ લીટર
      લીલી મરચી : ૧ કિલો
      તમાકુ : ૧ કિલો
      લસણ : ૧ કિલો
      લિમડાના પાન : ૨ કિલો
      કેરોસીન : ૨૦૦ ગ્રામ
      કુવર પાઠુ: ૧ કિલો
      હિંગ : ૧૦૦ ગ્રામ
      બનાવવાની રીત :- ૧૨ લીટ ગૌમુત્ર ને ગરમ કરવવુ તેમાં તમાકુ, લિંમડાના પાન પીસીને નાખવા, પછી નીચે ઉતારી, લીલી મરચી , કુવર પાઠુ વગેરે નાખવુ
      અાભાર

Leave a Reply

Your email address will not be published.