Good Food

 

આહાર એ ખોરાક નો  સંસ્ક્રુત્  શબ્દ છે. મોટા ભાગ નો આપણો સમય ખોરાક લેવામાં, બનાવવામાં  અને ઉપાજૅન કરવા મા વ્યતિત  થાય છે . એમ કહીએ તો કશુ જ ખોટૂ નથી . ખાસ  કરી ને ગ્રુહિણીઓ ………..સવારે ઉઠે ત્યાથી સાંજે સુવે ત્યા સુધી પરિવાર જનોના રસોઇ  બનાવામાં સતત કાર્ય્રરત હોય છે, એક અથવા બીજી રીતે  તે ખોરાક  ની આસપાસ વીટ્ળાયેલી  જોવા મળે છે.પરંતુ……………………. એ જાણતી નથી હોતી કે જે ખોરક એ  પોતાના પરીવાર માટે તૈયાર કરે  છે એ કેટ્લો  શુધ્દ્ધ  છે ????????? કેટ્લો અશુદ્ધ ?????????

ગુજરાતી માં  કહેવત છે કે ‘’અન્ન તેવું મન ‘’ “અન્ન તેવો ઓડ્કાર‘’ એ કહેવત આધારે એટ્લું  સમજી શકાય કે જો આપણે શુધ્ધ ખોરાક લઇશું તો ઇશ્વરીય  પ્રસાદ  શરીર ની જાળવણી  થાશે , અન્યથા આપણું શરીર અનેક રોગો નું ઘર બની જશે.

આપણો અત્યાર નો ખોરાક  એ  ભેળસેળ યુક્ત અને રાતોરાત ઉત્પન્ન  થતો બની ગયો છે. બજાર માં મળતા મોટા ભાગના પદ્રાથો ખાવા પીવા ની  હર-એક ચીજ વસ્તુ એ ભેળસેળ યુક્ત અને ઝેરી તત્વો થી ભરપુર જોવા મળે છે….. તે જાણતાં-અજાણતાં  અનેક રોગો ને  આમંત્રણ આપીએ છીએ. આ દરેક બાબત ની જાણકારી મેળવવા આપણે પ્રક્રૃતિ તરફ આગળ વધવું જોઇએ .જો આપણો ખોરાક શુધ્દ્ધ હશે તો આપણું શરીર પણ નિરોગી બની રહે છે. મુખ્યત્વે ભારતીય ખોરાક માં અનાજ ,શાક્ભાજી , કઠોળ   તેલીબિયા નો ઉપયોગ કરવા માં આવે છે. આ દરેક વસ્તુ ચકાચણી બાદ જ  ખરીદવી  જોઇએ. જો આપણો ખોરાક સારી રીતે ઉત્પન્ન થયેલ ના હોય તો આપણે ઘણા રોગો નો ભોગ  બનીએ છીએ.

ઘણા રાસાયણીક  તત્વો  આપણા ખોરાક માં ભળેલા હોય છે. જે શરીર માં ઘણી આડ –અસર ઊભી કરે છે.જેમ કે……ડી.ડી ટી . નામ ની ફેમસ જંતુ નાશક દવા કેંન્સર  હોર્મોંસ માં ફેરફાર નિ; સતાંન પણું વગેરે માટે જવાબદાર છે.  ડી. બી  .સી ,પી   એ  નપુંસકતા  શરીર માં પાણી નું ઘટવું  અને કેંન્સર માટે જવાબદાર છે. આવા બીજા ઘણાં શરીર ને હાનિ કારક  તત્વો આપણા રોજીંદા ખોરાક માં સામેલ હોય છે . અત્યારે આપણી આસપાસ જોતા માલુમ થાય કે જો ખોરાક પર પુરતું ધ્યાન આપવામાં ના આવે તો ઘણી મોટી બિમારી નો ભોગ બનવું પડે . હાઇ બી. પી   ,ડાયાબિટીસ  ,લો બી પી   હાડ્કા ના દુ;ખાવા  સાંધા ના દુ; ખાવા વગેરે આજ્ના  ખોરાક  અને બદલાયેલ  જીવન શૈલી ને આભારી છે.

Leave a Reply

Your email address will not be published.