Organic Farm

સજીવ ખેતી કેવી રીતે થાય છે ?

કાબૅનિક ખેતી એ જમીન ,જીવ જતુંઓ .અને નિંદણ વ્યવસ્થાપન માટે ની પધ્ધતિ ઓને આધારે કાર્ય કરે છે . ટૂક માં તેમાંસમયાંતરે  પાક ની ફેર-બદલી પાક ની વિવિધતા ,ખાતર  લીલા ખાતર નો પડવાણ,  કવર પાક ,પાક ની રીતો, અવશેષો રીસાયકલિંગ   , પ્રતિબંધક જંતુ(પાક ને નુકસાન કરતાં જંતુ નો અટકાવ ) વ્યવસ્થાપન , અને ઉપયોગી મિત્ર જંતુ ઓનો  બચાવ  જેવી અનેકાનેક પ્રક્રિયા નો સમાવેશ થાય છે .

ઑગેનિક ખેતી માં વાતાવરણ ને નૂક્સાન કરતા હાનિકારક- ઝેરી પદાથૉ  ઉપયોગ મા લેવાતા નથી. કાર્બનિક ખેતી માં વષૉ પૂર્વ યોજાયેલ આનુવંશિક રીતે ઉપયોગી સજીવો નો વધારો કરી ,કૃત્રિમ ખાતરો, કૃત્રિમ જંતુનાશકો ગટર ના ગંદા પાણી  (  કાદવ  ) , કૃત્રિમ દવાઓ , જાહેરાતો અને ધટકો ને નિયંત્રણ માં રાખે છે.

સજીવ ખેતી માં ગાય ના ગોબર ,ગૌમૂત્ર  શિંગડા ,દુધ, દહીં છાસ વગેરે નો ઉપયોગ કરી ને કુદરતી ખાતર તૈયાર કરવામાં આવે છે,પંચગવ્ય , બીજામૃત   ,જીવામૃત  અમૃત જલ વગેરે તૈયાર કરી પાક ની વૃધ્ધિ અને વિકાસ કરવામા આવે છે.

ઓર્ગેનિક ખેતી માં કૃત્રિમ રસાયણો નો ઉપયોગ થતો નથી .જમીન મા વધુ અળસિયા ઉત્પન્ન થાય તે માટે ગાય ના છાણ અને ગૌમુત્ર નો ઉપયોગ કરવામા આવે છે.

આ સિવાય ખેતી ની અન્ય પધ્ધતિ જેવી કે બાયોડાયનેમિક ..કુદરતી ખેતી વગેરે દ્રારા જમીન અને પર્યાવરણ ને બચાવી શકાય છે,અને સ્વાસ્થ્ય સુધારી શકાય છે.

ઓર્ગેનિક ખેતી માં પાણી ના સંરક્ષણ માટે ટપક સિંચાઇ પધ્ધતિ નો ઉપયોગ થાય છે.

સજીવ ખેતી માં ખેતર માં ઉત્પન્ન થયેલા અવશેષો  અને પોષક તત્વો નો ફરી થી જમીન માં  પરિવર્તન  થતા હોવા થી જમીન ની ફળદ્રુપતા વધે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *