wheat

ઘઉં એક ખૂબ જ જાણીતો માનવી ના  ખોરાક તરીકે વપરાતો અગત્ય નો પાક છે . જે અનાજ ના રાજા તરીકે પણ ઓળખાય છે . દુનિયા માં વપરાતી  મોટાભાગ ની ખાણી – પીણી ની વસ્તુઓ ઘઉં માથી બનાવવામાં આવે છે . ઘઉં એ અનાજ ના સૌથી જુનાં સ્વરૂપો માનું એક છે. 10,000 વર્ષો પહેલા દક્ષિણ – પચ્શિમ  એશિયા માં ઉગાડવામાં આવેલ  . જે એક ફળદ્રુપ પાક તરીકે ઓળખાય છે . ભૂમધ્ય સમુદ્ર અને રોમન સસ્કૃતિ માં પણ ઘઉં એક મહત્વ ની ભૂમિકા નિભાવી .તેથી એ સમય ને “ઘઉં સામ્રાજય”  તરીકે ઓળખાવાય  છે .

નિથોલિથિક કાળ દરમિયાન ઘઉં નું ઉત્પાદન ભારત , ઇથોપિયા ,ગ્રેટ બ્રિટન ,સ્પેન , અને વિશ્વ ના અન્ય ભાગ માં ફેલાયું . વપરાશ ના સંદર્ભ માં મકાઇ પછી ના ક્રમે ઘઉં આવે છે .  ભારત માંઘઉં એ  મુખ્યખોરાક ની  ભૂમિકા ભજવે છે . વિશ્વ માં ચીન પછી બીજા ક્રમે  ભારત એ સૌથી મોટો ઘઉં ઉત્પાદક દેશ છે . ઘઉં નું વૈજ્ઞાનિક નામ “ગ્રામીની “ છે . વિવિધ પ્રકાર ના ઘઉં વિવિધ આબોહવા માં ઊગે છે . તે એક વાર્ષિક પાક છે અને તે ઠંડા ,ગરમ અને સૂકા એમ દરેક વાતાવરણ માં વૃધ્ધિ અને વિકાસ પામે છે . ઘઉં મુખ્યત્વે પોષણ યુક્ત ખોરાક મેળવવા માટે ઉગાડાય છે . ઘઉં નો આકાર મુખ્યત્વે (ઓવેલ ) લંબગોળ હોય છે . ઘણા દાણા પાતળા, લાંબા , અને સાકડાં આકાર ના હોય છે . તેની લંબાઈ 5 થી 9 m m અને વજન 35 to 50 mg હોય છે .   

ભારતીય ઘઉં નો ઇતિહાસ :- ઘઉં એ એક રવિ પાક છે .18 મી સદી માં બીજ ડ્રીલ્સ નો ઉપયોગ શરૂ થયો .20મી સદી સુધી માં તો ખાતર ,થ્રેસિંગ મશીન વગેરે જેવા નવા સ્વરૂપો એ ઘઉં ની ઉપજ માં વધારો કર્યો .

ઘઉં ના ઉત્પાદન માં ભારતીય કાયદા નો અમલ ઇ.સ . 1947 માં થયો . 1950-51 માં ઘઉં નું ઉત્પાદન 6.46 મિલિયન ટન થતું અને જમીન પર માત્ર 663kg/ હેકટર થતું જે ભારતીય વસ્તી પ્રમાણે પૂરતું ના હતું . પરિણામે ઘણા દેશો માં ભારતીય ઘઉં નો જથ્થો ભારત ને સપ્લાય કરે છે . જેમકે ..યુ.એસ.એ . ત્યાર બાદ એક પોલિસી નક્કી થઈ કે પોડકશન અને તેનો વૃધ્ધિ વિકાસ વધારતા જવું . સૌથી વધુ વપરાતા ઘઉં એ અનાજ ના ઉત્પાદન માં મોખરે છે .ત્યારબાદ મકાઇ અને ત્રીજા નંબર પેર છે ચોખા . ઘઉં એ વિશ્વ માં 35% લોકો ને અનાજ પૂરું પાડે છે ,તે 43 જેટલા દેશો માં વપરાય છે .ઘઉં નું પરંપરાગત ઉત્પાદન ઉત્તર ભારત માં પંજાબ અને હરીયાણા રાજય  માં સૌથી વધુ થાય છે .

ભારત માં અત્યારે ઘઉં ની વિવિધ જાતિઓ નું વાવેતર થાય છે.ઘઉં ની વૃધ્ધિ અને વિકાસ દ્રારા ઘણું ઉત્પાદન મેળવાય છે . અંદાજે ભારતમાં વાર્ષિક 65-75 મિલિયન ટન ઘઉં નું ઉત્પાદન થાય છે ,જે ચીન પછી બીજા ક્રમ નું સૌથી મોટું ઉત્પાદન કર્તા છે . ભારત સરેરાશ 70-72 મિલિયન ટન ઘઉં નો જથ્થો વાપરે છે . ભારત માં ઘઉં એ “આટા” તરીકે ઓળખાય છે . તેમાથી મુખ્યત્વે રોટી ,ચપાટી,પરાઠા વગેરે બનાવવામાં આવે છે .”આટા” એટલે કે લોટ ના ઉત્પાદન માટે ઘણી મિલો કાર્યરત છે જે દ્રારા ઘણા  મિલિયન ટન નું ઉત્પાદન કરવામાં આવે છે . અત્યારે વ્યાપારી મૂલ્યો અને પોષક તત્વો માટે ઘઉં ની શ્રેષ્ઠ જાતો ઉગાડવામાં  આવે છે . લાલ અને સફેદ ઘઉં એ વાતાવરણ ની અસર ને આધારે ઉપજે છે.

 

ઘઉં ના પ્રકારો :-

ઘઉં ની વિવિધ જાતો માં ભારત માં મુખ્યત્વે ત્રણ જતો નો સમાવેશ થાય છે .

  • હાર્ડ રેડ વિન્ટર ઘઉં :- આ પ્રકાર ના ઘઉં બ્રેડ , બિસ્કિટ ,બર્ગર વગેરે બનાવવામાં વપરાય છે . તેમાં થી સારી જાત નો લોટ તૈયાર કરવામાં આવે છે ,જેમાં 10-14 % પ્રોટીન હોય છે .જેથી તેમાં ગ્લુટેન વધુ પ્રમાણ માં હોય છે .
  • સોફટ ઘઉં :- કેક ,ડોનટ્સ, કુકીઝ ,પ્રેસ્ટિઝ વગેરે બનાવવામાં સોફટ ઘઉં વપરાય છે . તેમાં 6-10% જેટલું પ્રોટીન હોય છે .
  • દુરમ ઘઉં :- આ ઘઉં ની રચના કઠોર હોય છે . સખત ઘઉં માં પ્રોટીન ની માત્રા વધુ હોય છે . તેમાં  ઉચ્ચ પ્રોટીન અને  ગ્લુટેન હોય છે . જે પાણી સાથે ભેળવી ને કણક બનાવી તેમાથી પાસ્તા ,નુડલ્સ ,સ્પેગેટી સિમોલીના અને મેક્રોની  વગેરે બનાવવામાં વપરાય છે .

#ઘઉં નો લોટ એ બેકરી ઉત્પાદન માં મહત્વ નું સ્થાન ધરાવે છે.લોટ માટે ઘઉં અને તેની ગુણવત્તા ખૂબ જરૂરી છે . અને ઘઉં ની ગુણવત્તા તેના બીજ ,તેનું વાવેતર ,તેની ખેતી પધ્ધતિ અને ખાતર પધ્ધતિ વગેરે પર નિર્ભર છે

  • ઘઉં અને તેનો ઉપયોગ :- ઘઉં એ મૂળ, ડાળીઓ ,પાન અને મસ્તક થી બનેલ એક સાધારણ ઊચાઇ ધરાવતો છોડ છે .તેનું (હેડ) ઉપર ની તરફ દાણા(કર્નલ) થી ઢંકાયેલ હોય છે . કર્નલ એજ ઘઉં ના દાણા . એક હેડ માં 50 કર્નલ હોય હોય છે . 6800 થી 7700 કર્નલ માં કિલોગ્રામ દાણા હોય છે .
  • મુખ્યત્વે ખોરાક તરીકે ઉપયોગી છે. કોસ્મેટિક પેપર, બ્રેડ ,બેકરી કોટિંગ ,પોલીમર્સ વગેરે જેવા ઇંડ્ર્સ્ટીરિયલ વપરાશ માં અને સ્ટ્રો અને બ્રાન એ પશુ આહાર તરીકે ઉપયોગી છે ॰
  • બ્રેડ જે ઘઉં માથી બને છે તે પોષક છે અને મનુષ્ય ને તાકાત અને જીવન શકિત આપે છે . તે વિટામિન B અને એમીનો એસિડ નો મુખ્ય સ્ત્રોત છે.
  • ઘઉં કબજિયાત માં મદદ કરે છે .કેન્સર પીડિત માટે ઘઉં ના જવારા નો રસ ખૂબ ફાયદાકારક છે .ઘઉં ના આખા દાણા ડાયાબિટિસ અટકાવે છે . શરીર ના વજન ને નિયંત્રણ માં રાખે છે અને ઇન્સ્યુલીન ના સ્તર ને પ્રભાવિત કરે છે .

 ઘઉં એ  ભારત ના વિવિધ રાજય માં વિવિધ નામે ઓળખાય છે .જેમકે હિન્દી માં ઘઉં ,ગેહૂ ,કનક ,ગંધમ ,તેલગુ માં ગોધમલું ,કન્નડ માં ગોધી તામિલ માં ગોડુમઇ અને મલયાલમ માં ગોદામ્બા તરીકે ઓળખાય છે .

ઘઉં ના છોડ ના વિવિધ તબકકાઓ :-

  • રોપણી :- બીજ વાવેતર માટે જમીન માં પૂરતો ભેજ હોવો જોઈએ. જે બીજ અંકુરણ માં થતી પ્રક્રિયા માં અગત્ય નો ભાગ ભજવે છે .
  • વિકાસ પ્રક્રિયા :- ઘઉં ના છોડ માં ( માથું )ડાળી ના ટોચ ના ભાગ માં ઘઉં ના દાણા (કર્નલ ) હોય છે .જે ડાળીની સાથે ઝડપ થી વધે છે . એકવાર કર્નલ માં( હેડ ) માથું સંપૂર્ણ પણે વિકાસ પામે ત્યાર બાદ પાન માં હાજર લીલો રંગ અને ડાળીઓ અદ્રશ્ય થઈ જાય છે ,અને દના ઝડપ થી સુકાઈ જાય છે .
  • હાર્વેસ્ટિંગ :- જેમાં ઘઉં ના છોડ નો કચરો કરવામાં આવે છે અનર ત્યારે ઘઉં ના દાણા 15% ભેજ ગુમાવે છે .

   આમ ઘઉં એ ખૂબ ઉપયોગી અને માનવી માટે અનિવાર્ય અનાજ છે .તેનો જો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તે દરેક જરૂરિયાત વાળા માનવી સુધી સરળતા થી પહોચી શકે .

 

 

 

 

 

      

 

 

 

Leave a Reply

Your email address will not be published.