Nutrition Deficiency

છોડ ,વૃક્ષ ,વેલાઓ વગેરે પણ વિકાસ અને વૃધ્ધિ માટે પોષક તત્વો નો ઉપયોગ કરે છે .છોડ ને પોતાની વૃધ્ધિ ,પ્રજનન ની પ્રક્રિયા તથા વિવિધ જૈવિક ક્રિયાઓ માટે પોષક તત્વો ની જરૂરિયાત હોય છે અને તે પોષક તત્વો ના મળતા છોડ નો વિકાસ અટકી જાય છે . વધુ કે ચોક્કસ સમય સુધી પોષક તત્વો ન મળે તો છોડ મૂરઝાઇ ને સુકાય જાય છે . વનસ્પતિ એ જમીન માંથી પાણી અને જરૂરી ખનીજતત્વોનું શોષણ કરીને હવા માંથી કાર્બન – ડાયોક્સાઈડ મેળવી ને સૂર્ય ની હાજરી માં પોતાનો ખોરાક તૈયાર કરે છે .પોષક તત્વો વગર છોડ નો વૃધ્ધિ વિકાસ ,પ્રજનન કે બીજી કોઈ પણ ક્રિયા શક્ય નથી .જેમાં મુખ્યત્વે કાર્બન –ડાયોકસાઈડ ,ઑક્સીજન ,અને નાઇટ્રોજન એ હવા માંથી મેળવે છે .

      છોડ માં પોષક તત્વો ની આવશ્યકતા અનુસાર તેનું નીચે મુજબ વર્ગીકરણ કરી શકાય .

મુખ્ય પોષક તત્વો :-નાઇટ્રોજન ,ફૉસ્ફરસ અને પોટેશિયમ

ગૌણ પોષક તત્વો :– કેલ્શિયમ ,મેગ્નેશિયમ અને ગંધક

સૂક્ષ્મ પોષક તત્વો :– લોહ તત્વ ,જિંક ,કોપર ,મેંગનીઝ , બોરોન, માલિબ્ડેનમ  અને ક્લોરીન

છોડ માં આવશ્યક મહત્વપૂર્ણ પોષક તત્વો ના કાર્યો ,ખામીઓ અને લક્ષણો :-

નાઇટ્રોજન :-

  • નાઇટ્રોજન થી પ્રોટીન બને છે જે પ્રાણી માત્ર માટે અભિન્ન અંગ છે . છોડ માં એ પાન ને લીલા રાખવા માં મદદ કરે છે .દરેક વનસ્પતિ ને કુદરતી  લીલો રંગ આપવાનું કાર્ય નાઇટ્રોજન કરે છે અને છોડ ની વૃધ્ધિ થવાની પ્રક્રિયા માં મહત્વ નો ભાગ ભજવે છે .અનાજ અને ઘાસ તરીકે ઉપયોગી પાક માં પ્રોટીન ની માત્રા માં વધારો કરે છે .જે દાણા બનાવવા માં પાન મદદ કરે છે .છોડ માં આવેલ દરેક સજીવ તત્વો જેવા કે મૂળ, થડ ,પાન ,ફળ અને ફૂલ ની વૃદ્ધિ અને વિકાસ માં મદદ કરે છે . ક્લોરોફીલ ,પ્રોટોપ્લાજમા,પ્રોટીન અને ન્યુક્લિક અમ્લો નું મહત્વપૂર્ણ અંગ છે . જે શાકભાજી પાન ધરાવે છે તેની ગુણવત્તા નાઇટ્રોજન સુધારે છે.
  • નાઇટ્રોજન ની ખામી ના લક્ષણો :- છોડ માં પ્રોટીન ની ખામી થી તે હળવા રંગ નો દેખાય છે .સૌથી નીચે આવેલ પાન ખરી (પડી) જાય છે . જેને ક્લોરોસિસ કહે છે .છોડ ની વૃધ્ધિ અટકી જાય છે .કળીઓ અને ફૂલો ઓછા આવે છે .નાઇટ્રોજન ની ખામી થી ફળ વાળા વૃક્ષો પડી જાય છે .છોડ ના મૂળ દેખાય જાય છે . પાક ઝડપ થી પાકી જાય છે .

ફૉસ્ફરસ :-

  • ફૉસ્ફરસ ની હાજરી માં કોષો નું વિભાજન ઝડપ થી થાય છે . તે ન્યુક્લિક અમ્લ ફાસફોલિપડિક અને ફાઈટિન  ના નિર્માણ માં મદદ કરે છે . તે પ્રકાશ –સંશ્લેષણ ની ક્રિયા માં મદદ કરે છે .તે કોષ ની ઝીલ્લી ,ક્લ્રોરોપ્લાસ્ટ તથા માઈટોકંડિયા નું મુખ્ય અવયવ છે . ફૉસ્ફરસ મળવાથી છોડ ના બીજ સ્વસ્થ પેદા થાય છે તથા બીજ માં વજન પડે છે. છોડ માં રોગ અને કીટક ને આવતા રોકે છે ફૉસ્ફરસ ના પ્રયોગ થી મૂળ ઝડપ થી વિકસે છે અને મજબૂત બને છે . ફૉસ્ફરસ થી છોડ ને ઊભા રહેવા ની ક્ષમતા મળે છે . ફૉસ્ફરસ થી ફળ ઝડપ થી આવે છે ,વધે છે ,અને દાણા પણ ઝડપ થી  પાકે છે .
  • તે નાઇટ્રોજન ના ઉપયોગ માં પણ મદદ કરે છે તથા ફળદાર છોડ માં તેની ઉપસ્થિતિ જડો ની ગ્રંથીઓનો વિકાસ સારો થાય છે . છોડ ના ઉપર વધતાં આગળ ના ભાગ ,બીજ અને ફાળો ના વિકાસ માં ફૉસ્ફરસ ખૂબ આવશ્યક છે .ફૂલ માં મદદગાર છે કોશિકાઓના વિભાજન માં જરૂરી છે . ન્યૂકિલક અમ્લો ,પ્રોટીન ,ફાસ્ફોલીપડિક અને સહવિકારો નો અવયવ છે .
  • ફૉસ્ફરસ ની કમી અને લક્ષણ :- છોડ નાનો રહી જાય છે પાંદડાઓ નો રંગ હળવો ,ભૂરો કે જાંબૂડિયો થઈ જાય છે .ફૉસ્ફરસ ગતિશીલ થવાના કારણ માં પહેલા લક્ષણ નીચલા (જુના ) પાંદડાઓ પર દેખાય છે
  • ડાળીઓ વાળા પાકો માં પાંદ લીલા (ભૂરા ) રંગ ના થઈ જાય છે
  • છોડ ના મૂળ નો વૃધ્ધિ –વિકાસ અટકી જાય છે
  • ફૉસ્ફરસ ની વધુ પડતી ખામી થી છોડ નું થડ પણ ઘેરા પીળા રંગ નું થઈ જાય છે અને ફળ તથા બીજ નું નિર્માણ સરખું (સારું) થતું નથી .
  • તેની કમી થી બટેટા પાન ગ્લાસ જેવા આકાર ના કઠોળ ના પાકો ના પાન નીલા રંગ અને સાંકડા વાળા છોડ ના પાક ના આકાર નાનો રહી જાય છે .

પોટેશ્યમ :-

  • મૂળ ને મજબૂત કરે છે તથા સુકારા થી બચાવે છે .પાક માં આવતી જીવાત અને રોગ સામે રક્ષણ આપે છે .છોડ ને પડવાથી બચાવે છે . સ્ટાર્ચ અને શક્કર ના સંચરણ માં મદદ કરે છે છોડ નાં પ્રોટીન નિર્માણ માં મદદ કરે છે. અનાજ નાં પાક માં ચમક ઉત્પન્ન કરે છે પાક ની ગુણવતા માં સુધારો કરે છે . બટેટા અને બીજા શાકભાજી નો સ્વાદ માં વધારો કરે છે . જમીન ને નાઇટ્રોજન નાં ખરાબ પ્રભાવ થી બચાવે છે એંજાઇમસ ની કાર્ય શક્તિ વધારે છે .ઠંડા અને વરસાદી વાતાવરણ માં છોડ ને પ્રકાશ માં ઉપયોગી અને વિકાસ માં મદદરૂપ થાય છે .જેનાથી પાક ની ઠંડી સહન કરવાની શક્તિ વધે છે . કાર્બોહાઈડ્રેડ નાં સ્થાનતરણ ,પ્રોટીન સંશ્લેષણ અને તેની સ્થિરતા બનાવી રાખે છે .છોડ ની રોગપ્રતિકારક શક્તિ વધે છે . તેના ઉપયોગ થી દાણા મોટા બને છે ફળ અને શાકભાજી ગુણવતા સભર બને છે .
  • પોટેશિયમ ની કમી અને લક્ષણો :- પાન ભૂરા અને ધબ્બા વાળા થઈ જાય છે ,તથા સૌથી પહેલા ખરી જાય છે
  • પાન ની કિનારી નીચી નમેલી દેખાય છે તેની ખામી થી મકાઇ નાં ડોડા નાના તથા ઓછા દાણા વાળા અને કિનારી પર બિલકુલ દાણા વગર નાં થાય છે .
  • બટેટા માં પણ ફળ નાના અને મૂળ નો વિકાસ ઓછા થાય છે . છોડ માં પ્રકાશ સંક્ષ્લેષણ ની ક્રિયા માં ઘટાડો અને શ્વસન ક્રિયા માં વધારો થાય છે .

કેલ્શિયમ :-

  • આ ગુણસૂત્ર નો સંરચના અવયવ છે કઠોળ નાં પાકો માં પ્રોટીન ની બનાવટ માં ઉપયોગી છે તેનો ઉપયોગ તમાકુ ,બટેટા અને મગફળી ના પાક માટે વધુ લાભદાયી છે .તે છોડ માં કાર્બોહાઈડ્રેડ ના સંચાલન માં મદદ કરે છે .કોષો –દિવાલ માં તે એક મુખ્ય અવયવ છે . જો કે સામાન્ય કોષિકા વિભાજન માં જરૂરી છે . કોષિકાચક્ર ની સ્થિરતા બનાવવા માં મદદગાર છે . એંજાઇમ ની ક્રિયાશીલતા માં વૃધ્ધિ કરે છે છોડ ના જૈવિક તત્વો ને ઉદાસીન બનાવી તેના ઝેર ના પ્રભાવ ને સમાપ્ત કરે છે . કાર્બોહાઈડ્રેડ ના સ્થાનાતરણ માં મદદ કરે છે .
  • કેલ્શિયમ ની ખામીના લક્ષણો :-
  • નવા પાન કિનારી થી વળી જાય છે .
  • આગળ ની કળી સુકાય જાય છે .
  • મૂળ નો વિકાસ ઓછો થાય છે અને મૂળ ગ્રંથિ ની સંખ્યા ઘણી ઓછી જોવા મળે છે .
  • ફળ અને કળીઓ અચાનક મૂરઝાય જાય છે .

મેગ્નેશિયમ :-

  • મેગ્નેશિયમ એ ક્રોમોઝોમ ,પોલીરાઇબોઝોમ અને ક્લોરોફીલ નું અનિવાર્ય અંગ છે છોડ માં કાર્બોહાઈડ્રેડ ના સંચાલન માં મદદ કરે છે છોડ માં વિટામીન ,પ્રોટીન અને કાર્બોહાઇડ્રેડના નિર્માણ માં મદદ કરે કરે છે . ક્લોરોફીલ નું મુખ્ય તત્વ છે ,તેના વગર પ્રકાશ સંશ્લેષણ (ભોજન બનાવવું ) શક્ય નથી . કાર્બોહાઈડ્રેડ સહાયક ન્યૂકિલક અમ્લો કે સંશ્લેષણઅને તેમાં ભાગ લેનાર એંઝાઇમ ની કાર્ય ક્ષમતા માં વધારો કરે છે . ફૉસ્ફરસ ના અવશોષણ માં મદદ કરે છેઅને સ્થાનાતરણ માં વૃધ્ધિ કરે છે .
  • મેગ્નેશિયમ ના ખામી અને લક્ષણો :-પાન નો આકાર નાનો અને ઉપર થી વળેલો દેખાય છે .
  • કઠોળ પાકો માં પાન ની મુખ્ય નસ વચ્ચે થી પીળીથઈ જાય છે .

ગંધક :-

  • આ એમીનો અમ્લ પ્રોટીન (સીસીટીન અને મૈથિઓનીન ) તેલ અને વિટામિન ના નિર્માણ માં મદદ કરે છે . વિટામિન C (થાઇમીન અને બાયોટિન ) ગ્લુટિથિયાન અને એંઝાઇમ ના નિર્માણ માં ઉપયોગી છે.
  • તેલીબિયા ના પાકો માં તેલ ની માત્રા માં વધારો કરે છે . તે સરસો ,લસણ ,ડુંગળી અને મગફળી પાક માં અત્યંત જરૂરી છે .તંબાકુ પાક માં 15-30 % વધારો કરે છે . વિટામીન ના ઉપાપચય માં મદદ કરે છે .
  • ગંધક ની ખામી :-નવા પાન પીળા પડે પછી સફેદ થઈ જાય છે .
  • મકાઇ,કપાસ, તુરીયા ,ટામેટાં ,રજકો વગેરે નું શરીર લાલ થઈ જાય છે .
  • સરસો ના પાન ને વ્યાલેનુમાં નામનો રોગ થઈ જાય છે .

લોહતત્વ :-

  • લોહ સાઇટોક્રોમ્સ ,ફેરી ડોકસીન અને હિમોગ્લોબિન નું મુખ્ય અવયવ છે . ક્લોરોફીલ અને પ્રોટીન નિર્માણ માં મદદ કરે છે. તે છોડ ની કોશિકાઓ માં વિભિન્ન ઓક્સિકરણ અવકરણ ક્રિયાઓ માં ઉત્પ્રેરક નું કાર્ય કરે છે . શ્વસન ક્રિયા માં ઑક્સીજન વાહક છે .છોડ માં ક્લોરોફીલ સંશ્લેષણ અને વૃધ્ધિ માટે જરૂરી છે. ન્યૂકીલીક અમ્લ ના ઉપાપચય માં તે જરૂરી છે .તે અનેક એંઝાઇમ નું આવશ્યક તત્વ છે .
  • લોહ તત્વ ની ખામી અને લક્ષણ :-પાન ની કિનારી ની નસો વધારે સમય લીલી રહે છે .
  • નવી કળીઓ નાશ પામે છે અને છોડ નાનો રહે છે .
  • ધાન્ય પાકો માં ક્લોરોફીલ ની ખામી થી પાક ની વૃધ્ધિ અટકી જાય છે .

જિંક :-

  • કેરોટિન અને પ્રોટીન સંશ્લેષણ માં મદદ કરે છે તેના એંઝાઇમ ( સિસટીન ,લેસીથીનેજ,ઇનોલેજ , ડાઈસલ્ફાઇડેઝ વગેરે ) ની ક્રિયાશીલતા માં વધારો કરે છે ક્લોરોફીલ નિર્માણ માં ઉત્પ્રેરક નું કાર્ય કરે છે . છોડ દ્રારા ફૉસ્ફરસ અને નાઇટ્રોજન ના ઉપયોગ માં સહાયક છે . ન્યૂકિલ્ક ખટાશ અને પ્રોટીન સંશ્લેષણ માં મદદ કરે છે . હોર્મોન ના જૈવિક સંશ્લેષણ માં યોગદાન આપે છે . જિંક અનેક પ્રકાર ના ખનીજ એંઝાઇમ નું મહત્વ નું અંગ છે .
  • જિંક ની ખામી અને લક્ષણો :- પાન નો આકાર નાનો અને નીચે થી વળી ગયેલો જોવા મળે છે .
  • પાન ની વચ્ચે ની નસો માં જાળી પડેલ અને વચ્ચે થી પીળી ધાર પાન જોવા મળે છે .
  • ઘઉં ની ઉપર ના પાન પીળા પડી જાય સી છે .
  • ફળો નો આકાર નાનો અને બીજ ની માત્ર ઓછી જોવા મળે છે .
  • મકાઇ અને જુવાર માં ઉપર ના પાન સફેદ થઈ જાય છે .
  • ધાન્ય પાકો માં જિંક ની ખામી થી ખેરા નામનો રોગ થાય છે ,જેમાં પાન પર દાગ ધબ્બા દેખાય છે .લાલ અને ભૂરા રંગ ના દાગ પણ દેખાય છે .

જીપ્સમ :-

  • જીપ્સમ નો પ્રાથમિક ઉપયોગ પી.એચ . (p.H ) ને અસર કર્યા વગર કેલ્શિયમ અને સલ્ફર માં વધારો કરે છે . ખેતી માં કેલ્શિયમ નું પ્રાથમિક સ્તર ચૂનો છે .જીપ્સમ એ જમીન નું કંડિશનર છે.જમીન ના કણો માથી મીઠું શોષી લેવાનો અસરકારક ઉપાય છે જીપ્સમ .જમીન માં રહેલ એલ્યુમિનિયમ ઝેર ને ઘટાડે છે . પાણી ની ઘુસણખોરી અટકાવે છે . કેલ્શિયમ ની ઉણપ ને દૂર કરે છે . કેલ્શિયમ ના સ્ત્રોત તરીકે જીપ્સમ નો વિકલ્પ ચૂનો છે . જે આલ્ક્લાઇન છે ,આલ્ક્લાઇન શરતો છોડ માટે ખૂબ જ જરૂરી કેલ્શિયમ બનાવે છે .

તાંબુ :-

  • તે ઇંડોલ એસીટીક ખટાશ વૃધ્ધિ કારક અને હોર્મોન્સ સંશ્લેષણ માં સહાયક છે . ઓક્સિકરણ અને અવકરણ ની ક્રિયા માં નિયમિતતા પ્રદાન કરે છે . અનેક એંઝાઇમ ની કાર્ય ક્ષમતા વધારે છે . રોગ નિયંત્રણ માં મદદ ગાર છે . છોડ માં વિટામિન A ના નિર્માણ માં મદદ કરે છે . અનેક એંઝાઇમ નો ઘટક છે .
  • તાંબા ની ખામી અને લક્ષણો :-ફળો ની અંદર રસ ના નિર્માણ નું ઓછું થવું.
  • લીંબુ જાતિ ના ફળો માં લાલ –પીળા દાગ થવા .
  • ફળો અનિયમિત આકાર ના   થવા .
  • વધુ પડતી ખામી ને કારણે અનાજ અને કઠોળ પાકો માં રિક્લેમેશન નામની બીમારી થાય છે .

બોરોન :-

  • છોડ માં શર્કરા ના સંચાલન માં મદદ કર્તા છે . પરાગણ અને પ્રજનન ની ક્રિયા માં મદદ કરે છે .કઠોળ પાકો માં મૂળ ગ્રંથિ ના વિકાસ માં મદદ કરે છે . બોરોન છોડ ના કેલ્શિયમ અને પોટેશિયમ ના અનુપાત ને નિયંત્રણ માં રાખે રાખે છે . તે  D.N.A , R.N.A ,A.T.P ,પેકટીન અને પ્રોટીન સંશ્લેષણ માં મદદ કરે છે .પ્રોટીન સંશ્લેષણ માટે જરૂરી છે .કોશિકા ને જુદા પાડવામાં મદદ કરે છે . કેલ્શિયમ નું અવશોષણ અને છોડ દ્રારા તેનો ઉપયોગ પ્રભાવિત કરે છે . કોશિકા ની દીવાલ ને મજબૂત બનાવે છે .
  • બોરોન ની ખામી અને લક્ષણો :-છોડ ઉપર થી વધવાનું અટકી જાય છે .
  • ઇન્ટર નોડ ની લંબાઈ ઓછી થવી .
  • બોરોન ની ખામી થી ફ્લાવર અને કોબીજ માં કથ્થઈ રંગ જોવા મળે છે .

મેગેનીઝ :-

  • ક્લોરોફીલ ,કાર્બોહાઈડ્રેડ અને મેગેનીઝ નાઇટ્રેટ ના સર્વાંગીકરણ અને અવકરણ ની ક્રિયા માં ઉત્પ્રેરક તરીકે કામ કરે છે. પ્રકાશ સંશ્લેષણ માં સહાયક છે . પ્રકાશ અને અંધારા ની અવસ્થા માં પાન કોશિકા માં થતી ક્રિયાઓ ને નિયંત્રણ માં રાખે છે . નાઈટ્રોજન ના ઉપાપચય અને ક્લોરોફીલ ના સંશ્લેષણ માં ભાગ લઈ ને એંઝાઇમ ની ક્રિયાશીલતા માં વધારો કરે છે . છોડ માં થતી અનેક મહત્વ પૂર્ણ એંઝાઇમ યુક્તઅને કોશકીય ક્રિયાઓના સંચાલન માં મદદકર્તા છે .કાર્બોહાઈડ્રેડ ના ઓક્સિકરણ માં ફળ સ્વરૂપ કાર્બન ઓકસાઈડ અને જળનું નિર્માણ કરે છે .
  • મેગેનીઝ ની ખામી અને લક્ષણો :-
  • છોડ પર મરેલા ઉતકો ના દાગ દેખાય છે
  • અનાજ ના પાકો ના પાન ભૂરા રંગ ના પારદર્શક થાય છે અને પછી તેમાં રોગ ઉતપ્ન્ન થાય છે .

    ક્લોરીન :-

તે પણ પાન ને લીલા રાખવામાં મદદ કરે છે .છોડ ના રસાકર્ષણ દાબ ને વધારે છે . છોડ ની ડાળીઓ માં પાણી રોકવાની ક્ષમતા ને વધારે છે .

  • ક્લોરીન ની ખામી અને લક્ષણો :-
  • છોડ માં ક્લોરીન ની ખામી થી પાન માં સુકારો ( વીલ્ટ ) ના લક્ષણો જોવા મળે છે .
  • કોઈ કોઈ છોડ માં બોનજિંગ અને નેક્રોસીસ ની રચના જોવા મળે છે.
  • કોબીજ ના પાન વળેલા તથા બરસીમ (એક પ્રકાર નું ઘાસ ) ના પાન મોટા અને નાના દેખાય છે .

માલિબ્ડેનમ :-

તે છોડ માં એંજાઈમ ,નાઇટ્રેટ રીડક્વેજ અને નાઇટ્રોજીનેજ નો મુખી ભાગ છે .તે કઠોળ પાકો માં નાઇટ્રોજન સ્થિરીકરણ નાઇટ્રેટ એસીમિલેશન અને કાર્બાહાઈડ્રેડ મેટબોલીઝમ ની ક્રિયા માં મદદકર્તા છે. છોડ માં વિટામિન C અને શર્કરા સંશ્લેષણ માં મદદ કરે છે .

  • માલિબ્ડેનમ ની ખામી અને લક્ષણો :-
  • સરસો જતી ના છોડ માં અને કઠોળ પાકો માં માલિબ્ડેનમ ની ખામી તરત જ દેખાય છે .પાન નો રંગ લીલો-પીળો અથવા લીલો થઈ જાય છે તથા કાબરચીતરો રંગ દેખાય છે .
  • લીંબુ જાતિ માં આની ખામી થી પાન માં પીળાદાગ દેખાય છે

 

અમો ઓગેૅનિક ફુડ ઉત્પાદિત કરોઅે છિઅે, વધુ વિગત માટે અમારી વેબ લિક પર ક્લિક કરો.

https://shubhorg.com/organic-shop/

One thought on “છોડ માં પોષક તત્વો ની ખામી અને તેની ઓળખ(Nutrition Deficiency)”

Leave a Reply

Your email address will not be published.