Whie Grubs

મગફળી ના પાક માં છેલ્લા ઘણા સમય થી મુંડો 20 થી 80% સુધી નુકસાન કરી રહયો છે આ એક છુપો દુશ્મન છે પાક અને ખેડૂતો નો તેના ઉપાય માટે જૈવિક નિયંત્રણ કરવું જોઈએ .જેથી લાંબા સમય સુધી તે અસરકારક રહે છે અને જૈવિક પોડ્કટ વાપરવાથી જમીન ,છોડ ,પર્યાવરણ ,માણસ એમ કોઈ પણ તે નુકસાન કરતું નથી  ખરીદવા માં પણ સસ્તું હોય છે.

મેટારાઈઝીયમ એનીસોપ્લી (metarhizium anisopliae) નામની ફૂગ વાપરવી જોઈએ ,જે કુદરતી ફૂગ છે તેને પ્રયોગ શાળા માં તૈયાર કરવામાં આવે છે

મેટારાઈઝીયમ એનીસોપ્લી નો ખોરાક મગફળી અને બીજા પાક માં આવતા મુંડા માં રોગ પેદા કરી તેનામાં ફૂગ ઉત્પન્ન કરી ને ખાવાનો છે એટલે કે આ ફૂગ મુંડા ને ખાય છે જેથી આપણો પાક તંદુરસ્ત અને સારો રહે છે અને ઉત્પાદન પણ સારું મળે છે

કેવી રીતે વાપરવી આ  મેટા રાઈઝીયમ  એનીસોપ્લી ફૂગ :- લીંબોળી નો ખોળ 90 kg /વીધે લઈને તેની  સાથે  1 kg મેટારાઇઝીયમ એનીસોપ્લી નાખી ધોકાવી ને પાવડર કરી ને મિશ્રણ કરીને ભેજવાળું કરીને વાવણી સમયે નાખવું જોઈએ

વરસાદ થાય પછી વાવતા પહેલા પણ જમીન માં મેટારાઈઝીયમ એનીસોપ્લી + લીંબોળી કે દીવેલા નો ખોળ આપવોપછી વાવવું

સૌથી સારી રીત એક વીઘા માં 10 તગારા દેશી ખાતર /સારું કોહવાયેલું છાણિયું ખાતર લઈ તેમાં 1 kg  મેટારહઝિયમ એનીસોપ્લી પાવડર ભેળવી તેમાં પાણી છાંટી ને 15 કે 20 દિવસ માટે તેના પેર કોથળા ઢાંકી ને રેવા દેવું ને ભેજ જળવાય તે માટે પાણી કયારેક નાખતા રહેવું. જેથી ફૂગ નો ખૂબ વિકાસ થાય પછી જ્યારે વાવણી થાય ત્યારે જમીન માં નાખવું .જેથી મુંડો આવે તે પહેલા જ ફૂગ નો જમીન માં વિકાસ થઈ જાય

આ ફૂગ મળે ક્યાથી ? :-

  • કૃષિ યુનિવર્સિટી :- ગુજરાત માં આવેલ કોઈ પણ યુનિવર્સિટી
  • રજીસ્ટ્રેશન ધરાવતી માન્ય કોઈ પણ કંપની માથી

Leave a Reply

Your email address will not be published.